હરે કષ્ટ તું તો, છે સદા માત મારી દીનદયાળી
વીત્યા સદા દિન ને રાત તો આંસુ સારી
ઘેરાયો સંકટે, સદા હાથ ઝાલી મને બહાર કાઢી
ઘેરાયો નિરાશાએ, સદા રહી છે એક આશ તારી
સુખે દુઃખે સદા સમરું તને, તું તો સદા દોડનારી
હરે હૈયા તણો અંધકાર સદા, તું તો પ્રકાશ દેનારી
દયા સદા તારી તો વરસે, સદા તું તો માફ કરનારી
સદા તું તો છે કૃપાળી, રહી સદા તું તો મંગલકારી
કંઈક પાપીઓને તાર્યા તેં તો, સદા પાપને છે તું બાળનારી
વિનંતી સ્વીકારે સહુની, સદા સર્વને બાળ જાણી
ભૂલ કદી મનમાં ના લે, ભૂલ સદા છે ભૂલનારી
છે હૈયે કલ્યાણ સહુનું સદા છે તું તો હિતકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)