નાનું અમથું ટપૂસિયું, સરોવરનું વેર વાળવા નીકળ્યું
પી ના શકે એક બૂંદ પાણી, સરોવરને ચૂસવા એ તો નીકળ્યું
નાનો અમથો જીવડો, પરમાત્માની બરોબરી કરવા નીકળ્યું
હેસિયત ભૂલી ગયો ખૂદની, જીવનમાં દોડી દોડી એ થાક્યું
સહાય કરવા ટપૂસિયાંએ ટહેલ નાંખી, ગામે ગામથી ટોળું દોડી આવ્યું
સરોવરે વાદળ જોયું ટપૂસિયાંનું, અંતર એનું ત્યાં ધ્રુજી ગયું
લઈને પાંદડું, પાંદડા પર એનું ઈંડું, ઉપર એ તો એને લઈ આવ્યું
જ્યાં બધા એકમતે ભેગા થયા, અશક્યને શક્ય એણે બનાવ્યું
નાના બધા ભેગા ગયા મળી, સરોવરને પણ દીન બનાવ્યું
સરોવરે ભાઈબંધીની કરી યાચના, ફરી પછી આવું નહીં કરું
વરસોથી પાતો રહ્યો છું પાણી, શાને વેર વાળવાનું સૂઝ્યું
ના દોષ દીધો તમે પવનને, ના દોષ દીધો તમે અન્યને
શાને વિચાર્યા વિના, આરોપણ દોષનું મારા ઉપર કર્યું
સંબંધ જોઈ જાળવી રાખ્યું ઈંડું, કીધું હોત તો લાવી દેત તારું ઈંડું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)