ફેરવું નજર જગમાં બધે, નજર મારી સ્થિર ના રાખી શકાય
તારા ચરણ વિના રે પ્રભુ, જોજે બીજે એ સ્થિર ના થાય
હૈયું મારું જીવનમાં રે માયામાં, ગડમથલ કરતું રે જાય
કેમ કરી રે પ્રભુ, સ્થાન તારું, હૈયાંમાં જાળવી શકાય
કુંદન જેવી કાયા વેડફી નાંખી જગમાં, હૈયે પસ્તાવો એનો થાય
તારા વિના રે પ્રભુ, આ બધું જઈને કોને રે કહેવાય
દબાઈ ગયો છું, જીવનના ભાર નીચે, તને સોંપ્યા વિના ખાલી ના થાય
કરવું નથી જીવનમાં જે જે, જીવનમાં, જીવનમાં એજ કરતા જવાય
હૈયે દુઃખ એનું ઊભરાય, તારા વિના બીજા કોને રે કહેવાય
શાંતિ ચાહતું હૈયું મારું, શાંતિ વિના ઝૂરતું ને ઝૂરતું જાય
જોઈએ જોઈએ જગમાં બધું, જગ જલદી દેવા તૈયાર ના થાય
તારી પાસે માંગ્યા વિના ના રહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)