રહ્યાં જળ પવિત્ર નદીના, સ્વીકાર્યા બંધન તો કિનારાના
રહ્યાં છે જ્ઞાન તો પવિત્ર, સ્વીકાર્યા બંધન જ્યાં સંયમના
તૂટયાં જ્યાં બંધન કિનારાના, વિનાશ તો ત્યાં નોતરાયા
તૂટે બંધન સંયમના, જ્ઞાને પણ વિનાશ છે તો નોતર્યા
વિશાળ હૈયાના બની સાગરે, ખારાશ ધરતીની હૈયે સમાવ્યા
જળ જ્યાં જ્યાં એના ફરી વળ્યાં, કિનારા તો ત્યાં છે બંધાયા
છોડી ખારાશ, બની હલકાફૂલ, જળ તો છે ઉપર ઊઠયા
નિર્મળ બની, વરસી ધરતી પર, પ્યાસને તો તેણે છિપાવ્યા
છોડજે ખારાશ તું હૈયાની, કરવા પાન તો અમૃતના
તારા શબ્દેશબ્દોથી બુઝાશે પ્યાસ અનેક હૈયાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)