હાલ રે મનવા, તું હાલ ને હાલ
જાવું છે આજ તો `મા’ ને દ્વાર
આડી ને અવળી, છોડી દે બધી તું વાત - જાવું...
જાગ્યો છે હૈયામાં, જ્યાં આ શુભ વિચાર - જાવું...
સાચા ને ખોટા આજ બહાના તું ન કાઢ - જાવું...
માગું છું આજ તો તારો જ સાથ - જાવું...
રોજ રોજ તું મને બધે ઘસડી જાય - જાવું...
આજ તો લઈ જવો છે તને `મા’ ની પાસ - જાવું...
જનમોજનમથી હું તો જોઈ રહ્યો વાટ - જાવું...
કરતો ના ઢીલ, ના હવે સમય તો વિતાવ - જાવું...
દ્વારે પહોંચતા એના થાશે તો ઉદ્ધાર - જાવું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)