છે જીવ તો ના નાનો કે મોટો, છે જીવ સહુનો એક સરખો
મળ્યું છે જીવન જગમાં આ, છે સહુના પૂર્વજનમના કર્મનો સરવાળો
કરજો કર્મો જગમાં એવાં, થાયે સરવાળામાં તો ઘટાડો
જગમાં આવ્યા જે-જે, વિના ભોગવ્યે, ના આવે એનો આરો
રચાયા સંજોગ જીવનમાં, સુખદુઃખમાં થાયે ક્યારે વધારો
છે સર્વનો ઉદ્દેશ એક, જગમાં એમાંથી તો છૂટવાનો
કરજે ના તું કર્મો એવા, થાયે તારા સરવાળામાં વધારો
હસતા હસતા કે રડતાં રડતાં, કરવા પડશે તારે તો કર્મો
દીધી છે બુદ્ધિ કર્તાએ, કરજે ઉપયોગ જીવનમાં તો સાચો
હરવખત શું તને મળતો રહેશે, માનવ તનનો લહાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)