બનાવી મંદિરો મંદિરો, રહ્યો પૂજી માનવ મૂર્તિ તારી
ગયો ચૂકી પૂજવું, મનમંદિરે મૂર્તિ તારી તો સ્થાપી
ના રહી શકે તારી મૂર્તિ, મંદિરની તો સાથે ને સાથે
રહેશે તો મૂર્તિ મનમંદિરની તો સદાયે પાસે ને પાસે
રહેશે વિક્ષેપ સદા તને બહારનો ને અંદરનો તો મંદિરે
નડશે વિક્ષેપ તારો પોતાનો તને તો મનમંદિરે
પડશે ભૂલવી તારી ને અન્યની હાજરી દેવમંદિરે
રહેશે ભૂલવી તારી પોતાની હાજરી તો મનમંદિરે
હશે વાતાવરણ તો મંદિરે ધૂપ ને સુગંધે મહેકતું
પડશે રાખવું મહેકતું સત્કર્મોથી આંગણું મનમંદિરનું
બનશે મુશ્કેલ મળવી એકલતા તો સદા દેવમંદિરે
પડશે મુશ્કેલ ગોતવી એકલતા તો નિજ મનમંદિરે
હશે તું અને મૂર્તિ `મા’ ની, સદા સામે તો મનમંદિરે
જાજે તું ઓગળી એમાં સ્થાપી મૂર્તિ સદા મનમંદિરે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)