જોજે તું જરા તારા કર્મો તણી, અનોખી એ વણઝાર
ભેગો કર્યો છે કેવો તેં તો, પોઠમાં અનોખો ભાર
કરતા ભેગો ભાર તેં તો, કર્યો ના કદી મનમાં વિચાર
સંત પણ લાગશે તું એમાં, કદી આવશે પાપ તણો અણસાર
મદમાં બ્હેકી કરી તેં ભેગી, કર્મો તણી અનોખી લંગાર
કરજે દૃષ્ટિ તું એના પર, ના દેખાશે છેડો લગાર
લાવ્યો છે તું તો સાથે, લાંબી ને લાંબી એ તો અપાર
પડી માયામાં, જોયું ના કદી, ઉઠાવી રહ્યો છે તું એનો ભાર
યુગો યુગોથી ભાર ઉતારી, ભરતો રહ્યો છે નવો ભાર
રહ્યો છે એ તો સદાયે સાથે, છોડવા ના થયો તું તૈયાર
હવે તો જાગી, કરજે તું ખાલી, ના ભરજે એમાં નવો ભાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)