1987-03-07
1987-03-07
1987-03-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11724
થયા નથી ખેલ પૂરા, જીવનમાં જ્યાં વાસનાના
થયા નથી ખેલ પૂરા, જીવનમાં જ્યાં વાસનાના
રહ્યાં સદાયે નવા ને નવા, એમાં તો ઉમેરાયા
જીવનના ફેરા થયા ના પૂરા, રહ્યાં એ તો અધૂરા
ભાગ્યમાં ફેરા નવા, જગતના તો અચૂક લખાયા
પડળ માયાતણા, હૈયેથી હજી ના જ્યાં હટાવ્યા
અંધકાર હૈયામાં, ઘેરા ને ઘેરા, રહ્યાં છે છવાયા - ભાગ્યમાં...
સૂઝે ના રસ્તા, મૂંઝારા હૈયામાં ઘણા અનુભવાયા
વાદળ નિરાશાના સદા હૈયે તો રહ્યાં ઘેરાયા - ભાગ્યમાં...
મદ ને અભિમાને પગ તો જ્યાં બાંધી રાખ્યા
ભુલાવી રસ્તા સાચા, રસ્તા ખોટા સદા લેવરાવ્યા - ભાગ્યમાં...
હૈયા કૂડકપટ ને લોભની ગાંઠથી જ્યાં બંધાયા
બન્યા મુશ્કેલ છોડવા હૈયાતણા તેજ એવા હણાયા - ભાગ્યમાં...
કીડાઓ કામના કેરા, રહ્યાં હૈયે સદા જ્યાં સળવળ્યા
હૈયે શાંતિ કેરા દર્શન, સદા દુર્લભ તો બનાવ્યા - ભાગ્યમાં...
જ્ઞાન કેરા તેજ પર, અજ્ઞાન કેરા પડળ છવાયા
હટયા ના એ જરા, અંધકાર તો હૈયે રહ્યાં પથરાયા - ભાગ્યમાં...
કૃપા ના મળી `મા’ તણી, મન તણી સ્થિરતા ના પામ્યા
મતિ ખૂબ ભમાવી, ફેરા જગતના સદા ખવડાવ્યા - ભાગ્યમાં...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thayā nathī khēla pūrā, jīvanamāṁ jyāṁ vāsanānā
rahyāṁ sadāyē navā nē navā, ēmāṁ tō umērāyā
jīvananā phērā thayā nā pūrā, rahyāṁ ē tō adhūrā
bhāgyamāṁ phērā navā, jagatanā tō acūka lakhāyā
paḍala māyātaṇā, haiyēthī hajī nā jyāṁ haṭāvyā
aṁdhakāra haiyāmāṁ, ghērā nē ghērā, rahyāṁ chē chavāyā - bhāgyamāṁ...
sūjhē nā rastā, mūṁjhārā haiyāmāṁ ghaṇā anubhavāyā
vādala nirāśānā sadā haiyē tō rahyāṁ ghērāyā - bhāgyamāṁ...
mada nē abhimānē paga tō jyāṁ bāṁdhī rākhyā
bhulāvī rastā sācā, rastā khōṭā sadā lēvarāvyā - bhāgyamāṁ...
haiyā kūḍakapaṭa nē lōbhanī gāṁṭhathī jyāṁ baṁdhāyā
banyā muśkēla chōḍavā haiyātaṇā tēja ēvā haṇāyā - bhāgyamāṁ...
kīḍāō kāmanā kērā, rahyāṁ haiyē sadā jyāṁ salavalyā
haiyē śāṁti kērā darśana, sadā durlabha tō banāvyā - bhāgyamāṁ...
jñāna kērā tēja para, ajñāna kērā paḍala chavāyā
haṭayā nā ē jarā, aṁdhakāra tō haiyē rahyāṁ patharāyā - bhāgyamāṁ...
kr̥pā nā malī `mā' taṇī, mana taṇī sthiratā nā pāmyā
mati khūba bhamāvī, phērā jagatanā sadā khavaḍāvyā - bhāgyamāṁ...
English Explanation |
|
In this bhajan of life approach,
He is saying...
There is no end to lust and desires, on the contrary there is additional desires, there is no end to cycle of rebirths, new destinies are written all over again.
Since, the attraction of illusion is still not removed from the heart, life has bred surrounded by darkness and ignorance.
True path is not yet found, confusion is prevailing in heart. Clouds of disappointments is covering the heart.
Ego and arrogance has chained the feet, true path is forgotten and wrong paths are taken.
Mind is knotted in the knots of greed and cheating, becoming difficult to let it go, radiance of the heart is robbed.
Creatures of lust is crawling, the peace in heart has become rare.
Brilliance of knowledge is hidden under layers of ignorance, which is not removed and is spread through the heart.
Have not been able to receive any grace from Divine Mother and have not been able to find any stability in mind. Intellect has been compromised and rebirth have been ensured.
Kaka is explaining that this the state that we are all in. We all have been living in chains and we never know we have the key. We have become so used to living in ordinary consciousness that we make no efforts to search for greater consciousness. If we ever become true to self and connect with Divine then only we can have oneness with Divine.
|