બનતા રહે હર સમયે જગમાં, બનાવો તો નવા નવા
થાતા રહે આગમન જીવોના, જગમાં તો નવા નવા
જાગતા રહે વિચારો તો મનમાં, હરપળે તો નવા નવા
શ્વાસો જગમાં લેવાતા રહે, હરપળે તો નવા નવા
દિન પણ ઊગતા રહ્યાં છે જગમાં સદા તો નવા નવા
સંધ્યા ને ઉષા પૂરતી રહી છે રંગ રોજ તો નવા નવા
ના રહે હૈયામાં ભાવો તો સ્થિર, રૂપ ધરતા રહે નવા નવા
કિરણો પ્રભુના હર સમયે મળતા રહે, જગને તો નવા નવા
જ્ઞાનવિજ્ઞાન તણા સીમાડા, વધતા રહે તો નવા નવા
સુખદુઃખના કારણો તો જગમાં, મળતા રહે નવા નવા
પ્રભુ કાજે હૈયામાં તો જાગે ભાવો, સદા નવા નવા
કિરણો આશાના તો ફૂટતા રહે, હૈયામાં તો નવા નવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)