1987-03-20
1987-03-20
1987-03-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11735
જોતાં નિર્મળ મુખડું `મા’ નું, દુઃખ મારું તો વીસરાય
જોતાં નિર્મળ મુખડું `મા’ નું, દુઃખ મારું તો વીસરાય
મળતાં તેજ કિરણો `મા’ ના, ભાગ્ય મારું તો પલટાય
દૃષ્ટિમાં દૃષ્ટિ મળતાં માડી, હૈયું આનંદે તો છલકાય
પરમતેજ નિહાળી `મા’ નું, અંધકાર હૈયાનો હટી જાય
મલકતું મુખ નીરખી `મા’ નું, હૈયે તો કંઈ કંઈ થાય
ઝાંઝરના ઝણકાર સૂણી `મા’ ના, સાન-ભાન ભૂલી જવાય
નીરખી, નીરખી મૂર્તિ `મા’ ની, હૈયે એ તો સમાવી જાય
એના વિચાર વિનાની પળ, પળ તો મુશ્કેલ બની જાય
શ્વાસે-શ્વાસે ગૂંથાયા નામ એના, નામ વિના શ્વાસ ખાલી ન જાય
નામ વિનાના શ્વાસ તો, શ્વાસ એ ભારે બની જાય
કૃપાથી એના વિચારો પણ, બીજા હૈયેથી હટતા જાય
સદા જાગી જાગૃતિ મનમાં, પળ એક દર્શન વિના ન જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōtāṁ nirmala mukhaḍuṁ `mā' nuṁ, duḥkha māruṁ tō vīsarāya
malatāṁ tēja kiraṇō `mā' nā, bhāgya māruṁ tō palaṭāya
dr̥ṣṭimāṁ dr̥ṣṭi malatāṁ māḍī, haiyuṁ ānaṁdē tō chalakāya
paramatēja nihālī `mā' nuṁ, aṁdhakāra haiyānō haṭī jāya
malakatuṁ mukha nīrakhī `mā' nuṁ, haiyē tō kaṁī kaṁī thāya
jhāṁjharanā jhaṇakāra sūṇī `mā' nā, sāna-bhāna bhūlī javāya
nīrakhī, nīrakhī mūrti `mā' nī, haiyē ē tō samāvī jāya
ēnā vicāra vinānī pala, pala tō muśkēla banī jāya
śvāsē-śvāsē gūṁthāyā nāma ēnā, nāma vinā śvāsa khālī na jāya
nāma vinānā śvāsa tō, śvāsa ē bhārē banī jāya
kr̥pāthī ēnā vicārō paṇa, bījā haiyēthī haṭatā jāya
sadā jāgī jāgr̥ti manamāṁ, pala ēka darśana vinā na jāya
English Explanation |
|
This bhajan is expressing the deep pure connection of Shri Devendra Ghia, our Guruji with Divine Mother, when he is sitting in front of beautiful idol of Divine Mother. Pujya Kaka is taking us through the journey of Divine experience in this bhajan.
He is saying...
Looking at pure, innocence on the face of Divine Mother, sorrows of mine are completely forgotten.
Receiving radiant rays of Divine Mother, destiny of mine is completely changed.
Looking at each other, heart is overwhelmed with bliss.
Seeing radiance of Divine Mother, darkness of my heart is vanished.
Looking at smiling face of Divine Mother, heart is experiencing indescribable emotions.
Hearing the sound of Divine Mother's anklet, my consciousness is lost.
Looking at beautiful idol of Divine Mother, her reflection is embedded in my heart.
A moment without her thought, is unbearable.
Her name is weaved in my every breath. No breath is taken without her name. A breath without her name is unimaginable.
With her grace, all other thoughts have ceased to exist in heart.
Awareness has kindled in heart, and vision of hers is there in front of me every moment.
This bhajan expresses that there is nothing else, but Divine Mother in Kaka's mind, his thoughts awake and also dreaming.
|