Hymn No. 750 | Date: 23-Mar-1987
|
|
Text Size |
 |
 |
1987-03-23
1987-03-23
1987-03-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11739
ખૂલી જ્યાં આંખ, ને ઊગ્યો વધુ એક દિન તો જિંદગીનો
ખૂલી જ્યાં આંખ, ને ઊગ્યો વધુ એક દિન તો જિંદગીનો તુજ દર્શન વિના માડી, એ પણ થઈ ગયો તો પૂરો વીતતા રહ્યાં દિન આમ, સરવાળો તો શૂન્યમાં રહી ગયો સવારે જગાવી આશા, સાંજ નિરાશામાં બદલી ગયો ઊઠતાં દ્વંદ્વો હૈયામાં, સદા લપેટાતો હું તો રહ્યો મિચી વાસ્તવિક્તાથી આંખ, ખુદને પુણ્યશાળી સમજતો રહ્યો ના કાઢયો ઉદ્દેશ સાચો મેં તો કદી જિંદગીનો ભૂલો ને ભૂલોની પરંપરા હું તો સર્જતો ગયો પુણ્યનો સરવાળો ઘટતો ગયો, ઉમેરો એનો તો નવ થયો તુજ દર્શન વિના દિન તો, ખાલી ને ખાલી ગયો દે દર્શન તારા એવા તો, સોનાનો સૂરજ ઊગી ગયો
https://www.youtube.com/watch?v=uneIIJgR74s
Satguru Shri Devendra Ghia (Kaka)
ખૂલી જ્યાં આંખ, ને ઊગ્યો વધુ એક દિન તો જિંદગીનો તુજ દર્શન વિના માડી, એ પણ થઈ ગયો તો પૂરો વીતતા રહ્યાં દિન આમ, સરવાળો તો શૂન્યમાં રહી ગયો સવારે જગાવી આશા, સાંજ નિરાશામાં બદલી ગયો ઊઠતાં દ્વંદ્વો હૈયામાં, સદા લપેટાતો હું તો રહ્યો મિચી વાસ્તવિક્તાથી આંખ, ખુદને પુણ્યશાળી સમજતો રહ્યો ના કાઢયો ઉદ્દેશ સાચો મેં તો કદી જિંદગીનો ભૂલો ને ભૂલોની પરંપરા હું તો સર્જતો ગયો પુણ્યનો સરવાળો ઘટતો ગયો, ઉમેરો એનો તો નવ થયો તુજ દર્શન વિના દિન તો, ખાલી ને ખાલી ગયો દે દર્શન તારા એવા તો, સોનાનો સૂરજ ઊગી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khuli jya ankha, ne ugyo vadhu ek din to jindagino
tujh darshan veena maadi, e pan thai gayo to puro
vitata rahyam din ama, saravalo to shunyamam rahi gayo
savare jagavi asha, saanj nirashamam badali gayo
uthatam dvandvo haiyamam, saad lapetato hu to rahyo
michi vastaviktathi ankha, khudane punyashali samajato rahyo
na kadhayo uddesha saacho me to kadi jindagino
bhulo ne bhuloni parampara hu to sarjato gayo
punyano saravalo ghatato gayo, umero eno to nav thayo
tujh darshan veena din to, khali ne khali gayo
de darshan taara eva to, sonano suraj ugi gayo
Explanation in English
Every morning, when you open your eyes, you realise that you have one more day to live in this finite life. One more day got over without worshiping you O Divine Mother!
We are just spending our days. We haven't lived our days at all, Addition of number of days that we have actually lived is zero.
Hopes of the morning got converted into disappointments in the evening.
Always, got entrapped in inner chatter of thoughts and unwarranted actions, and believed to be virtuous.
Never realised the true purpose of life, and kept on creating tradition of mistakes. Balance of virtues kept on depleting without any additions to it.
One more day , got wasted without worshipping you O Divine Mother!
Please grace me with your presence in my days and let me feel the power of a golden sun(Divine Energy).
To experience fulfilment, our energy should be invested in worship.
|
|