સડસડાટ સડસડાટ દોડી જાય રે, જ્યાં જીવનની રે ગાડી
દોડતી જાય એ તો પૂરપાટ, આવે ના જ્યાં કોઈ એમાં ખામી
શરૂ થઈ જાય એમાં ગડગડાટ, આવી જાય એમાં તો ખામી
પૂરપાટ ચાલી જાય જ્યાં ગાડી, વ્યાપે હૈયે થનગનાટ એનો ભારી
આવી જાય એમાં ખામી એવી, જીવનમાં જાય રઘવાટ એનો વ્યાપી
ઉકળી જાય જ્યાં હૈયું એમાં તારી, લાગી જાય એના ઉકળાટથી ગરમી
સુખદુઃખના પાટા ઉપર, પૂરપાટ ચાલી જાય જીવનની રે ગાડી
બડબડાટ હશે એમાં રે ઘણો, ઘોંઘાટ વિના હશે ના એ ખાલી
કર ના ખટખટ તું એવી, જાય સડસડાટ તારી જીવનની ગાડી
ઝગઝગાટ કરતી જાશે જો, પૂરપાટ ને સડસડાટ દોડી જાશે ગાડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)