વગર વિચારે કર્મો કીધાં, કર્મો હવે હૈયું કોરી ખાય
ભોગવવા ટાણે બને આકરાં, દિનમાં તો તારા દેખાય
લાભ લેવા હૈયું તલસે, સાચું ખોટું તો ના સમજાય
વગર વિચારે તો કર્મો કરતો, અંતે હૈયે તો પસ્તાવો થાય
જાણેઅજાણ્યે કર્મો કરશું, ફળમાંથી તો નવ છટકાય
વિચારી જો કર્મો કરશું, ધાર્યું ફળ તો જરૂર મળી જાય
કર્મો કરતા રહી, ફળ પ્રભુ ચરણે ધરી, ફળની ઝંઝટ છૂટી જાય
લાગે ભલે એ આકરો, છે એ તો સાચો ઉપાય
કર્મોની કડી જો ના તૂટે, તો મુક્તિ અસંભવ બની જાય
મુક્તિ પામ્યા છે કંઈક જીવો, આશા એ તો જગાવી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)