લેજે તું `મા’ નું નામ, સદા ભક્તિભાવે
જોડજે ચિત્ત સદા એમાં, ભરી હૈયું નિર્મળતાએ
જાજે વિસારી તારી જાત, નામ વિના બીજું ભૂલી જા
ઓગળીને એમાં, અહંને સદા ઓગાળી નાખજે
વહેશે આંસુ નયનોથી તારા, હૈયું તારું ભીંજાઈ જાશે
ન માગજે દર્શન વિના બીજું, સર્વ પામી જાશે
આશાથી વીંટાઈ, ના બનાવ `મા’ ને, ભૂલ એ ના કરજે
કર્તવ્ય તારું બજાવી સદા, `મા’ ને કાર્ય તેનું કરવા દેજે
કાઢી શંકા હૈયેથી, હૈયું વિશ્વાસે સદા ભરી લેજે
નામે નામે છે એ નિરાળી, ભ્રમણા હૈયે બીજી ના ધરજે
કૃપા સદા વહેશે તો એની, એમાં શંકા ના ધરજે
દેશે એ તો એવું, પ્રેમથી હૈયું સદા ભરી દેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)