Hymn No. 776 | Date: 01-May-1987
|
|
Text Size |
 |
 |
1987-05-01
1987-05-01
1987-05-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11765
આવી જગમાં, કરવું હતું શું નું શું, શું નું શું કરી રહ્યો
આવી જગમાં, કરવું હતું શું નું શું, શું નું શું કરી રહ્યો નાથવી હતી માયાને, માયાના નાચમાં હું નાચી રહ્યો ક્રોધને લેવો હતો કાબૂમાં, ક્રોધ મને કાબૂમાં લઈ ગયો - આવી... અહંકારનો દોર લેવો હતો હાથમાં, અહં તો મુજને દોરી ગયો - આવી... લોભને રાખવો હતો વશમાં, લોભમાં તો હું દોડી રહ્યો - આવી... કામને બાળવો હતો મુજમાં, કામ તો મુજને બાળી રહ્યો - આવી... કરવો હતો શિકાર આળસનો, આળસનો શિકાર બની રહ્યો - આવી... સફળતા હૈયે ઝંખી ઘણી, નિષ્ફળતામાં સરી રહ્યો - આવી... કરવી હતી મન પર સવારી, મન મુજ પર સવારી કરી ગયો - આવી... રસ્તો શોધી રહ્યો પ્રભુનો, રસ્તો પ્રભુનો તો ચૂકી ગયો - આવી... કરવું હતું હવે મનને સ્થિર સદા, અસ્થિર મનને કરતો રહ્યો - આવી... ખુદમાં દોષ ગોતવા ભૂલી, અન્યમાં દોષ શોધી રહ્યો - આવી... રહેવું હતું સદા પ્રભુના ચરણમાં, માયાના ચરણમાં લોટી રહ્યો - આવી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavi jagamam, karvu hatu shu nu shum, shu nu shu kari rahyo
nathavi hati mayane, mayana nachamam hu nachi rahyo
krodh ne levo hato kabumam, krodh mane kabu maa lai gayo - avi...
ahankarano dora levo hato hathamam, aham to mujh ne dori gayo - avi...
lobh ne rakhavo hato vashamam, lobh maa to hu dodi rahyo - avi...
kamane balavo hato mujamam, kaam to mujh ne bali rahyo - avi...
karvo hato shikara alasano, alasano shikara bani rahyo - avi...
saphalata haiye jhakhi ghani, nishphalatamam sari rahyo - avi...
karvi hati mann paar savari, mann mujh paar savari kari gayo - avi...
rasto shodhi rahyo prabhuno, rasto prabhu no to chuki gayo - avi...
karvu hatu have mann ne sthir sada, asthira mann ne karto rahyo - avi...
khudamam dosh gotava bhuli, anyamam dosh shodhi rahyo - avi...
rahevu hatu saad prabhu na charanamam, mayana charan maa loti rahyo - avi...
Explanation in English
In this Gujarati bhajan, Shri Devendra Ghia, (Kaka) is emphasising on making sincere efforts to bring change in us and lead to fulfilling our true purpose in life.
He is saying...
After being here, I wanted to do so much and so much, instead
I am doing what not and what not.
Wanted to dispel effects of illusion, instead I am dancing in choreography of this illusion.
Wanted to control my anger, instead anger is controlling me.
Wanted to take the streak of my arrogance in my hand, instead, arrogance is driving me.
Wanted to keep my greed intact, instead, I am moving in greed.
Wanted to burn my desires, instead, desires are burning me.
Want to hunt my laziness, instead, laziness is hunting me down.
Wanted to achieve success in all , instead, failure is sliding on me.
Wanted to ride above my emotions, instead, emotions are riding on me.
Wanted to search for Divine path, instead, got lost and missed the road.
Wanted to remain calm and steady, instead, became restless and unstable.
Wanted to find my own imperfections, instead, kept on finding faults in others.
Wanted to take refuge in Almighty, instead, took refuge in delusion and illusion.
Kaka (Satguru Devendra Ghia) is showing how deluded we are in our thoughts, emotions and vision.
How far far away, we have drifted from our true purpose and destination, and not making any spirited effort.
|