Hymn No. 5678 | Date: 15-Feb-1995
|
|
Text Size |
 |
 |
1995-02-15
1995-02-15
1995-02-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1177
રહ્યો છે પ્રભુ તું સાથેને સાથે, તોયે મને લાગે ના કેમ તું પાસે
રહ્યો છે પ્રભુ તું સાથેને સાથે, તોયે મને લાગે ના કેમ તું પાસે લેતો રહ્યો છું હૈયે ભલે નામ તારું ને તારું, ડર હૈયે તોયે લાગે છે શાને સુખ કાજે કરું છું દોડાદોડી, કેમ સુખ મારાથી દૂરને દૂર તો ભાગે જોઉં છું મને હું, ના જોઉં તને હું, પ્રીતિ તારામાં મને કેમ તોયે જાગે કરતા કર્મો તો ના અચકાયો હું, ડંખ હૈયે એનો તો લાગે ને લાગે રાગ અનુરાગમાં રહ્યો હું તો રાચતો, બંધાતો ગયો જીવનમાં હું અનુરાગે અસંતોષની આગ રહી જલતી જ્યાં હૈયે, હૈયું શાંતિ ક્યાંથી એમાં તો પામે દૂરને દૂર જ્યાં નથી રે તું, તોયે કેમ દૂરને દૂર તું તો લાગે નથી હૈયું જ્યાં હાથમાં તો મારા, જવાબદારી શાને મને એની સોંપે કરાવવું હોય તે બધું તું કરાવી લેજે, વિયોગનું દુઃખ ના હવે તો દે જે
https://www.youtube.com/watch?v=S74gZlA-zfU
Satguru Shri Devendra Ghia (Kaka)
રહ્યો છે પ્રભુ તું સાથેને સાથે, તોયે મને લાગે ના કેમ તું પાસે લેતો રહ્યો છું હૈયે ભલે નામ તારું ને તારું, ડર હૈયે તોયે લાગે છે શાને સુખ કાજે કરું છું દોડાદોડી, કેમ સુખ મારાથી દૂરને દૂર તો ભાગે જોઉં છું મને હું, ના જોઉં તને હું, પ્રીતિ તારામાં મને કેમ તોયે જાગે કરતા કર્મો તો ના અચકાયો હું, ડંખ હૈયે એનો તો લાગે ને લાગે રાગ અનુરાગમાં રહ્યો હું તો રાચતો, બંધાતો ગયો જીવનમાં હું અનુરાગે અસંતોષની આગ રહી જલતી જ્યાં હૈયે, હૈયું શાંતિ ક્યાંથી એમાં તો પામે દૂરને દૂર જ્યાં નથી રે તું, તોયે કેમ દૂરને દૂર તું તો લાગે નથી હૈયું જ્યાં હાથમાં તો મારા, જવાબદારી શાને મને એની સોંપે કરાવવું હોય તે બધું તું કરાવી લેજે, વિયોગનું દુઃખ ના હવે તો દે જે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyo che prabhu tu sathene sathe, toye mane laage na kem tu paase
leto rahyo chu haiye bhale naam taaru ne tarum, dar haiye toye laage che shaane
sukh kaaje karu chu dodadodi, kem sukh marathi durane humhum to bhum
. joum chu taane hum, priti taara maa mane kem toye jaage
karta karmo to na achakayo hum, dankha haiye eno to laage ne laage
raga anuragamam rahyo hu to rachato, bandhato gayo jivanamam hu anurage
asantoshani aag rahi durhi jalanti jya haiye to paianthi
paianthi daiye jya nathi re tum, toye kem durane dur tu to laage
nathi haiyu jya haath maa to mara, javabadari shaane mane eni sompe
karavavu hoy te badhu tu karvi leje, viyoganum dukh na have to de je
|
|