આવ્યાં ન સાચા વિચારો, આવી તો જ્યારે સાચી ઘડી
ખોટાં ને ખોટાં વિચારોમાં, ડૂબી રહ્યાં જ્યાં હર ઘડી
જીવન તો હડસેલાતું રહ્યું, સુકાન વિનાની જેમ નાવડી
ડૂબશે એ પળ બે પળમાં, ચિંતા સદા એ જાગી રહી
કરુણ અંત સદા દેખાતો રહ્યો, હૈયે કરુણતા ભરી રહી
કદમ કદમ અને પળ ને પળની કિંમત તો જ્યાં ના કરી
અદ્દભુતતામાં રહ્યો અટવાઈ, જીવન અદ્દભુત વેડફી
સમજણ જ્યારે આવી જ્યાં, સમયની ત્યાં ખેંચ પડી
ક્ષણ બે ક્ષણ તો કર્મોના વિચારો, ગયા ત્યાં ઝબકી
દિશા એ બતાવી ગયું, જાણે જીવનમાં વીજળી ચમકી
આનંદની છોળો તો હૈયે રહી છે બહુ ઊછળી
હૈયું ગયું આનંદે ડૂબી, ગયો જાત મારી તો ભૂલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)