Hymn No. 783 | Date: 07-May-1987
|
|
Text Size |
 |
 |
તારા યત્નો ને આશાના તાંતણા જ્યાં સંધાઈ ગયા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા કામ ક્રોધના દોષથી, હૈયા તારા મુક્ત જ્યાં બની ગયા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા ચડતી દેખી અન્યની, હૈયા તારા જો હરખાઈ ગયા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા લોભ લાલચને, તારા હૈયાના કિલ્લા તોડવા મુશ્કેલ બન્યા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા માનવ અને પ્રાણી દેખી, હૈયા તારા પ્રેમે ઊભરાઈ ગયા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા અન્યને દાન દેતા હાથ તારા જો ના અચકાયા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા ક્રોધની જ્વાળા જો તારા હૈયાને ના જલાવી ગયા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા આળસના તાંતણા, હૈયા તારા જો ના વીંટાયા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા સમજદારી ને જવાબદારી, વર્તનમાં જો વણાઈ ગયા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા જગકર્તાની કૃપાના બિંદુ, જ્યાં તારા પર ઢોળાઈ ગયા સમજી લેજે તું જરા, ચડતીના મંડાણ ત્યાં મંડાઈ ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|