Hymn No. 5679 | Date: 16-Feb-1995
|
|
Text Size |
 |
 |
1995-02-16
1995-02-16
1995-02-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1178
લૂંટી જાશે, લૂંટી જાશે, એ તો લૂંટી જાશે
લૂંટી જાશે, લૂંટી જાશે, એ તો લૂંટી જાશે જીવનનો રે આનંદ રે તારો, જીવનમાં રે, એ તો લૂંટી જાશે હાથના કર્યા તારા રે જીવનમાં, ડંખ જીવનમાં જ્યાં દેવા લાગશે ચિંતા ના રે વાદળ ઘેરાતાને ઘેરાતા જાશે, જીવનને હચમચાવી જાશે ખોટાને ખોટા કાર્યો રહેશે કરતો, ના એમાં જો તું અટકી જાશે ધાર્યું ને ધાર્યું, તારું તો ના થાશે, હૈયે વસવસો એમાં જાગી જાશે સમતાને બદલે જીવનમાં રે જો તું, ક્રોધને ક્રોધમાં જલતો રહેશે દુઃખ દર્દના ગાણા જીવનમાં તું ગાશે, ગાણું બંધ તારું જો ના થાશે વિચારોને વિચારોના, ધાડાને ધાડા જાગશે, જો ના એ અટકી જાશે વિશ્વાસે વહાણ તરે જીવનમાં, જીવનનો વિશ્વાસ તારો તૂટતો જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lunti jashe, lunti jashe, e to lunti jaashe
jivanano re aanand re taro, jivanamam re, e to lunti jaashe
hathana karya taara re jivanamam, dankha jivanamam jya deva lagashe
chinta na re vadala gheratane gheratane gherato
jaashe khoto jashe, karto jaashe , na ema jo tu ataki jaashe
dharyu ne dharyum, taaru to na thashe, haiye vasavaso ema jaagi jaashe
samatane badale jivanamam re jo tum, krodh ne krodhamam jalato raheshe
dukh dardana gana jivanamam dh tu gasheada, ganum
bandh tarich jagashe, jo na e ataki jaashe
vishvase vahana taare jivanamam, jivanano vishvas taaro tutato jaashe
|