થોડી જાગી ભક્તિ હૈયે, ભક્ત મને હું સમજી રહ્યો
એરણે ચડી ભક્તિ જ્યાં, હૈયે ખૂબ અકળાઈ ગયો
લીલા તો કરી ‘મા’ એ શરૂ, લીલામાં હું ફસાઈ ગયો
પાળીને શબ્દો મારા, ભક્ત મને તો ઠરાવી દીધો
અહંમાં તો ડૂબતો ગયો, હૈયામાં તો ફુલાઈ રહ્યો
સર્વે બાજુ પૂજાતો ગયો, ગજા બહાર ગજું કાઢી રહ્યો
સમય તો પલટાતો ગયો, જુદો હું તો પડતો રહ્યો
ભક્તિના સોદા કરતો ગયો, ભક્તિની કિંમત ના સમજ્યો
સોદામાં ચાલાકી કરતો રહ્યો, માયામાં લપેટાતો રહ્યો
ભક્તિથી દૂર થાતો ગયો, માયામાં લપેટાતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)