Hymn No. 803 | Date: 18-May-1987
|
|
Text Size |
 |
 |
કાર્યો જ્યારે ખોટા કરશે તું, આંખ લાલ `મા' ની જોશે તું, અજ્ઞાની બની નાદાની ના કરજે તું, હર સમયે, હર કાર્યમાં, બાળ કાજે `મા' ના હૈયે પ્રેમ ભર્યો છે સૂતા, ઊઠતા સંભાળ રાખે, માંદે સાજે દરકાર કરે, પડતા આખડતા તો સદા બચાવે હર સમયે, હર કાર્યમાં, બાળ કાજે `મા' ના હૈયે પ્રેમ ભર્યો છે ઉન્નતિએ રાજી થાતી, અવગતિએ એ આંસુ સારે સુખી દેખી હરખાઈ જાતી હર સમયે, હર કાર્યમાં, બાળકાજે, `મા' ના હૈયે પ્રેમભર્યો છે ભય સામે ચેતવી દેતી, રાહ જીવનની સુઝાડી દેતી જરૂરિયાતે તો રક્ષણ કરતી હર સમયે, હરપળે હર કાર્યમાં બાળ કાજે, `મા' ના હૈયે પ્રેમ ભર્યો છે ખોટી જીદે, નરમ ન થાતી, બાળનું સુખ હૈયે ધરતી, ખોટામાં તો એ અટકી જાતી હર સમયે, હર કાર્યમાં, બાળ કાજે, `મા' ના હૈયે પ્રેમ ભર્યો છે નિરાશ થાતાં હિંમત ભરતી, કાર્યોમાં તો સમજ દેતી, રાહ બતાવી, રાહ એ તો જોતી હર સમયે, હર કાર્યમાં, બાળ કાજે, `મા' ના હૈયે પ્રેમ ભર્યો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|