Hymn No. 4618 | Date: 05-Apr-1993
|
|
Text Size |
 |
 |
સમર્થના હાથની, હળવે હાથે, ટપલી પડી જાય, જીવનમાં તો એ, શું નું શું કરી જાય
Samarthana H, Jeevanama To E, Su Nu Su Kari Jayaathni, Halave Haathe, Tapali Padi Jay
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
સમર્થના હાથની, હળવે હાથે, ટપલી પડી જાય, જીવનમાં તો એ, શું નું શું કરી જાય કરજો ના જીવનમાં કર્મો તો એવા, એ હળવી ટપલી પણ ભારે પડી જાય સમર્થને તો જીવનમાં, રીઝવતા ને રીઝવતા, નાકે તો દમ આવી જાય સમર્થના શબ્દે શબ્દે તો જીવન તો, પ્રાણવંતુ તો બની જાય સમર્થની કૃપા જ્યાં ઊતરી જાય, ટપલી પણ એના આશીર્વાદ બની જાય સમર્થની સાચી ટપલી ભાગ્ય પર જ્યાં પડી જાય ભાગ્ય એનું તો ત્યાં પલટાઈ જાય સમર્થની ટપલીએ ટપલીએ તો જીવનમાં, શાંતિની ધારા હૈયાંમાં વેહતી થાય સમર્થની ટપલીએ તો જીવનમાં, અશક્યતામાંથી પણ, શક્યતાની ધારા ફૂટી જાય રાખ્યા જ્યાં પૂર્ણ વિશ્વાસ સમર્થમાં, હળવી ટપલી એની ત્યાં તો મળી જાય સમર્થ તો પહોંચાડી શકે પ્રભુની પાસે, ખુદ તો જ્યાં એ પ્રભુસ્વરૂપ તો કહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|