મેલો ઘેલો હોયે ભલે બાળક, `મા’ ને સદાયે લાગે વહાલો
ખોડખાપણથી હોયે ભલે ભરેલો, `મા’ ને લાગે એ તો પ્યારો
ભૂલ સદાયે ભૂલી એની, `મા’ તો ચાંપશે હૈયે આખો દહાડો
ચિત્ત તો રહે સદાયે એનું એમાં, રહે ભલે એ તો દૂર ફરતો
ક્રોધ ભલે કરે એના ઉપર, હોયે એ તો ઉપર ઉપરનો
હૈયે સદાયે રહેશે હિત એનું, દૂર રહે ભલે એ વહાલો
પ્રેમ તો હૈયે ઝરતો રહે, બાળ દેખી થાયે એ બમણો
હૈયે વાંક ના વસે બાળનો, ભલે હોય વાંકના ભંડારો
આશિષ હૈયેથી દેતી રહે, રહે બાળ તો એથી અજાણ્યો
હૈયું `મા’ નું રહેશે તો આવું, બનજે બાળ તું જગમાતાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)