|
Hymn No. 814 | Date: 26-May-1987
ઉમંગે સહુ આવો, સહુ ભેગા મળીને ગાવો
Umange Sahu Aavo, Sahu Bhega Mali Ne Gavo
નવરાત્રિ (Navratri)
1987-05-26
1987-05-26
1987-05-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=11803
ઉમંગે સહુ આવો, સહુ ભેગા મળીને ગાવો
ઉમંગે સહુ આવો, સહુ ભેગા મળીને ગાવો
`મા’ ના નોરતાં આવ્યા (2)
હૈયેથી વેરને વિસરાવો, પ્રેમમાં સહુને નવરાવો - `મા’ ના...
મનને સાથે લાવો, ગાવો અને ગવરાવો - `મા’ ના...
કર્મોનો દીપ પ્રગટાવો, શ્રદ્ધાનું તેલ પુરાવો - `મા’ ના...
નિરાશા હૈયેથી હટાવો, હૈયે આશા પ્રગટાવો - `મા’ ના...
સમજણના તેજ પથરાવો, અજ્ઞાન તિમિર હટાવો - `મા’ ના...
ગુણમાં ગુલતાન બની જાવો, સુખદુઃખ તો ભૂલી જાવો - `મા’ ના...
કાયાનો મોહ હટાવો, `મા’ ને તો હૈયે પધરાવો - `મા’ ના...
ગુણલા હૈયે સમાવો, જીવનને તો મહેંકાવો - `મા’ ના...
રગ-રગમાં `મા’ ને વસાવો, આનંદ હૈયે તો પામો - `મા’ ના...
Satguru Sri Devendra Ghia (Kaka)
|
|
View Original |
|
ઉમંગે સહુ આવો, સહુ ભેગા મળીને ગાવો
`મા’ ના નોરતાં આવ્યા (2)
હૈયેથી વેરને વિસરાવો, પ્રેમમાં સહુને નવરાવો - `મા’ ના...
મનને સાથે લાવો, ગાવો અને ગવરાવો - `મા’ ના...
કર્મોનો દીપ પ્રગટાવો, શ્રદ્ધાનું તેલ પુરાવો - `મા’ ના...
નિરાશા હૈયેથી હટાવો, હૈયે આશા પ્રગટાવો - `મા’ ના...
સમજણના તેજ પથરાવો, અજ્ઞાન તિમિર હટાવો - `મા’ ના...
ગુણમાં ગુલતાન બની જાવો, સુખદુઃખ તો ભૂલી જાવો - `મા’ ના...
કાયાનો મોહ હટાવો, `મા’ ને તો હૈયે પધરાવો - `મા’ ના...
ગુણલા હૈયે સમાવો, જીવનને તો મહેંકાવો - `મા’ ના...
રગ-રગમાં `મા’ ને વસાવો, આનંદ હૈયે તો પામો - `મા’ ના...
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)
umaṁgē sahu āvō, sahu bhēgā malīnē gāvō
`mā' nā nōratāṁ āvyā (2)
haiyēthī vēranē visarāvō, prēmamāṁ sahunē navarāvō - `mā' nā...
mananē sāthē lāvō, gāvō anē gavarāvō - `mā' nā...
karmōnō dīpa pragaṭāvō, śraddhānuṁ tēla purāvō - `mā' nā...
nirāśā haiyēthī haṭāvō, haiyē āśā pragaṭāvō - `mā' nā...
samajaṇanā tēja patharāvō, ajñāna timira haṭāvō - `mā' nā...
guṇamāṁ gulatāna banī jāvō, sukhaduḥkha tō bhūlī jāvō - `mā' nā...
kāyānō mōha haṭāvō, `mā' nē tō haiyē padharāvō - `mā' nā...
guṇalā haiyē samāvō, jīvananē tō mahēṁkāvō - `mā' nā...
raga-ragamāṁ `mā' nē vasāvō, ānaṁda haiyē tō pāmō - `mā' nā...
| English Explanation |
|
Come with great enthusiasm, gather together, and sing out loud;
The auspicious Navratri festival of the Divine Mother has arrived! (2)
Banish all animosity from the heart, and bathe everyone in pure love - The auspicious Navratri...
Bring the full concentration of the mind along, sing and inspire others to sing - The auspicious Navratri...
Light the lamp of righteous deeds, and fill it with the oil of deep faith - The auspicious Navratri...
Cast away despair from the innermost core, and kindle hope inside the heart - The auspicious Navratri...
Spread the illuminating light of understanding, and dispel the darkness of ignorance - The auspicious Navratri...
Become completely absorbed in divine virtues, and forget the dualities of joy and sorrow - The auspicious Navratri...
Remove all attachment to the physical body, and welcome the Mother into the temple of the heart - The auspicious Navratri...
Absorb divine attributes deep within, and make existence beautifully fragrant - The auspicious Navratri...
Infuse the presence of the Mother into every single vein, and experience ultimate bliss in the soul - The auspicious Navratri...
|