Hymn No. 816 | Date: 28-May-1987
|
|
Text Size |
 |
 |
મળે ભલે જીવનપથ પર કાંટા ને કાંકરા, તું ચાલતો રહેજે - તું... લક્ષ્ય તારું રાખી, સદા આંખની સામે, તું ચાલતો રહેજે - તું... ટાઢ તડકો કરજે સહન, ના મળે ભલે વિસામો, તું ચાલતો રહેજે - તું... ભરી શ્રદ્ધાનું બળ, ખાલી ના એને થવા દેજે, તું ચાલતો રહેજે - તું... મળે ના સાથ કે સંગાથી, ના એકલો સમજજે, તું ચાલતો રહેજે - તું... ભાર તું વધવા ના દેજે, બની હળવો ફૂલ, તું ચાલતો રહેજે - તું... રસ્તો સાચો સુઝાડશે, વિશ્વાસ હૈયે ધરજે, તું ચાલતો રહેજે - તું... ભૂલી સુખદુઃખ જીવનના, આગ દર્શનની પ્રગટાવજે, તું ચાલતો રહેજે - તું... નિરાશા હટાવી હૈયે, ભરી આશાઓ ત્યાં, તું ચાલતો રહેજે - તું... નિષ્ફળતાથી ના ડરતો, ચરણે સફળતા પડશે, તું ચાલતો રહેજે -તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|