હરેક ક્ષણ દીધી છે `મા’ એ, ક્ષણની કિંમત તો કરજે
નાસમજ બની વેડફી ના દે, કિંમતથી પણ ક્ષણ ના મળશે
સદ્દઉપયોગ સદા કરતો રહેજે, જાયે ના ખાલી એક ક્ષણ
મળશે જગમાં બીજું બધું, ના મળશે પાછી એ ક્ષણ
ક્ષણ તો છે સાચી મૂડી, ઘટતી રહે એ તો હરેક પળ
દઈ શકશું જગમાં બીજું બધું, ના દઈ શકશું એક ક્ષણ
ક્ષણમાં તો ઇતિહાસ રચાયા, ક્ષણમાં થાયે `મા’ ના દર્શન
ક્ષણ જો જીવનમાં ચૂકશું, ત્યારે પસ્તાવો થાશે પળેપળ
જોજે ના વિતે આળસમાં, જીવનની મોંઘી પળ
રડવું પડશે જીવનમાં, વેડફશે જો જીવનની પળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)