Hymn No. 827 | Date: 03-Jun-1987
|
|
Text Size |
 |
 |
ઊઠે ફોરમ સદાયે જીવનમાંથી જેના, પગ તો સદાયે પૂજવા તેના સંયમથી ભર્યા જીવન તો જેના, પગ તો સદાયે પૂજવા તેના કામક્રોધ હટયા જીવનમાં તો જેના, પગ તો સદાયે પૂજવા તેના સત્ય વણાયું છે જીવનમાં તો જેના, પગ તો સદાયે પૂજવા તેના વિકારો વશમાં રહ્યાં છે જીવનમાં જેના, પગ તો સદાયે પૂજવા તેના દયા દાનથી રંગાયેલા રહે હાથ તો જેના, પગ તો સદાયે પૂજવા તેના વ્યાપી છે રોમેરોમમાં ભક્તિ તો જેના, પગ તો સદાયે પૂજવા તેના શ્વાસે શ્વાસ રહે નામ પ્રભુના જેના, પગ તો સદાયે પૂજવા તેના હૈયું સમભાવમાં રહે સદા તો જેના, પગ તો સદાયે પૂજવા તેના બોલે બોલે વિશ્વાસ વહે છે જેના, પગ તો પૂજવા સદાયે તેના નયનોમાંથી વહે કરુણા સદાયે જેના, પગ તો પૂજવા સદાયે તેના સંત સેવા કાજે ઘસાયા છે પગ તો જેના, પગ તો પૂજવા સદાયે તેના ભેદભાવ હટયા છે દિલમાંથી તો જેના, પગ તો પૂજવા સદાયે તેના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|