Hymn No. 828 | Date: 03-Jun-1987
|
|
Text Size |
 |
 |
સદાયે સુખમાં, સદાયે દુઃખમાં, માડી મારી સાથે રહેજે અહંમે અટવાઉં, લાલચે લપટાઉં, માડી મારી રક્ષા કરજે લોભમાં લલચાઉં, ક્રોધમાં ઝડપાઉં, માડી મારી બચાવી લેજે ઇર્ષ્યાથી અભડાઉં, મોહમાં સપડાઉં, માડી મારી ઉગારી લેજે પાપમાં ઘસડાઉં, કામમાં ખરડાઉં, માડી મારી અટકાવી દેજે અજ્ઞાને અટવાઉં, આળસે બંધાઉં, માડી મારી છોડાવી દેજે દર્દે પીડાઉં, દારિદ્રે વીંટાઉં, માડી મારી પડખે ઊભી રહેજે ભેદમાં ભરાવું, વૈરમાં વહી જાઉં, માડી મારી ઝાલી લેજે મોહમાં ફસાઉં, ભ્રમમાં ભરમાઉં, માડી મારી તારી લેજે ભૂલો કરતો સદાયે જાઉં, બાળ તો હું કહેવાઉં, માડી મારી નિભાવી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|