રકમ વિનાના રે દાખલા, તાળા વિનાના રે સરવાળા
બની ગયા રે એ તો, જીવનમાં રે, ઘા એ તો માથાના
ડહાપણ વિનાની રે વાતો, અસ્થિર મનના રે ઉપાડા
નાના મોટા દર્દના રે ઉપાડા, થયા દવાના એમાં ગોટાળા
બન્યો અપાર દુઃખ દર્દનો ચિત્કારી, મળ્યા ના પોરા વિસામાના
દેતા ને દેતા રહ્યાં, વધતા ને વધતા ખડકાયા ઢગ જ્યાં એના
સમજણ આપી આપી થાક્યા, સમજ્યા ના જ્યાં પોતાના
કુદરતના ઘાએ ઘાએ પણ, રહ્યાં એને એજ કરતા જીવનમાં
સુધારશે ખાલી એને રે પ્રભુ, સુધારશે જ્યાં એના સરવાળા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)