સાંભળવી ના હોય જો વાત મારી `મા’, તો બેસતી નહિ
કાર્ય મારું કરવું ના હોય જો તારે `મા’, તો આવતી નહિ
જોઈ જોઈ વાટ, થાકી છે આંખ, વાટ વધુ જોવરાવતી નહિ
આવ્યો છું જ્યાં, તારી પાસે `મા’, હવે તો ભાગતી નહિ
ભૂલ્યો છું હું ભૂતકાળ મારો, ભૂતકાળ યાદ દેવરાવતી નહિ
દેવી હોય શિક્ષા જો તારે, સહનશીલતાથી વંચિત રાખતી નહિ
કૃપા ઉતારવી હોય જો તારે, કૃપામાં કચાશ તો રાખતી નહિ
અંતર જો ના ઘટે તારું, અંતર વધુ તો વધારતી નહિ
માયાથી તારી, થાક્યો છું માડી, માયામાં વધુ નાંખતી નહિ
દયાના દાન દેવાને તો માડી, વધુ વાટ હવે તો જોતી નહિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)