Hymn No. 843 | Date: 12-Jun-1987
|
|
Text Size |
 |
 |
આંખોથી મળી આંખો, હસી જો એ આંખો, સત્કાર તારો તું સમજી લેજે આંખોથી મળી આંખો, વરસી એમાં જો આગો, ધિક્કાર ત્યાં તો તું સમજી લેજે આંખોથી મળી આંખો, ઢળી ત્યાં તો જો પાંપણો, શરમનો સ્વીકાર તું કરી લેજે આંખોથી મળી આંખો, હૈયે ખેંચાયા જો તારો, પ્યારનો પોકાર સમજી લેજે આંખોથી મળી જો આંખો, થઈ ગઈ ત્યાં જો વાતો, પ્રેમનો અંકુર તું સમજી લેજે આંખોથી મળી જો આંખો, ખેંચી લીધી જો એ આંખો, સંબંધ પર પડદો તું સમજી લેજે આંખોથી મળી જો આંખો, આગળ વધી જો એ આંખો, મિત્રતા ત્યાં તું સમજી લેજે આંખોથી મળી જો આંખો, મળે પહેચાન જો સાચે, ઋણાનુબંધ એને તું સમજી લેજે આંખોથી મળી જો આંખો, રહે અજાણ જો એ આંખો, બેધ્યાન એને તો તું સમજી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|