સોંપી છે નાવ જ્યારે `મા’ ને હાથ, ભરોસો પૂરો રાખજે
ડૂબવા નહિ દે એ તારી નાવ, ફિકર બધી તો ભાંગજે
ભલે ઊઠશે તો ખૂબ તોફાન, એ તો એને સંભાળશે
ડગમગ ભલે થાયે નાવ, ભરોસો તારો ના હટાવજે
ઘેરાયું અંધારું ઘેરું જીવનમાં, નાવ એ તો હંકારશે
રસ્તો કદી એનો ના ચૂકશે, સાચે રસ્તે એ તો લઈ જાશે
મહિમા તો છે એનો ઘણો, મહિમા એનો જ્યાં સમજાશે
ભર્યું-ભર્યું થાશે જીવન તારું, ઊણપ બધી એ કાઢી નાંખશે
વિશ્વાસે ચાલી રહેતી નાવ તારી, સ્થાને તો પહોંચી જાશે
પડશે નહિ સમજ તને, સાચું સ્થાન તો આવી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)