પળ એક એકની કિંમત છે, પળ એક એક મોંઘી છે
લાવ્યો છે તું એ તો ગણીને, પળ એક એક મોંઘી છે
વીતી પળ તો કદી નવ મળે, પળ એક એક મોંઘી છે
સમજી વિચારી ઉપયોગ કરજે, પળ એક એક મોંઘી છે
પસ્તાવું ન પડે જાગ્રત રહેજે, પળ એક એક મોંઘી છે
મળશે બીજું બધું, પળ નહિ મળે, પળ એક એક મોંઘી છે
ત્યજી આળસ, સદ્દઉપયોગ કરજે, પળ એક એક મોંઘી છે
હિસાબ એનો સાચો સમજી લેજે, પળ એક એક મોંઘી છે
ચૂક્યા જે પળ, ભૂલ્યા રાહ તો એ, પળ એક એક મોંઘી છે
કરી કિંમત જેણે, આગળ રહ્યાં એ, પળ એક એક મોંઘી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)