Hymn No. 854 | Date: 17-Jun-1987
|
|
Text Size |
 |
 |
જે સત્ય છે, કલ્યાણકારી છે, તે સદાયે સુંદર ભી છે જે દૂર છે, જે પાસે પણ છે, તે તો પામવા યોગ્ય છે જે મંગળકારી છે, ક્ષમાશીલ છે, તે આનંદકારી ભી છે જે કારણનું કારણ છે, જે તેજપૂર્ણ છે, તે સદા વ્યાપી ભી છે જે માયાપૂર્ણ છે માયાથી પર ભી છે, તે તો પામવા યોગ્ય છે જે દયાવાન છે, કૃપાળુ ભી છે, તે તો પ્રેમથી ભરપૂર છે જે સદા શુદ્ધ છે, પરિતૃપ્ત છે, તે સદા પુણ્યકારી ભી છે જે ગુણદાયી છે, રક્ષણકારી છે, તે સદા શક્તિશાળી ભી છે જે બીજ ભી છે, વૃક્ષ ભી છે, તે સદા પામવા યોગ્ય છે જે ભાવમય છે, ભાવથી પર છે, તે સદા પામવા યોગ્ય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|