આટલું તો જીવનમાં રે, બસ તું કરજે ને કરજે
ગજાબહારના કરી કરી દેવા, ના એના ભાર નીચે તું ડૂબી જાજે
દુઃખ દર્દના ઉપાય કરી શરૂમાં, જીવનમાં તો ના એને વધવા તું દેજે
શોધવાના છે પ્રભુના ચરણને, અધવચ્ચે શોધ એની ના તું છોડી દેજે
જીવનના રંગ જીવન દેખાડતું રહેશે, ના એમાં તો તું તણાઈ જાજે
દીધું ક્ષણોથી ભરપૂર જીવન પ્રભુએ, ક્ષણ બેક્ષણ ચિંતન પ્રભુનું તું કરજે
છે વિશ્વાસની જરૂર તો જીવનમાં, હૈયું તારું વિશ્વાસથી ભરપૂર રહેવા દેજે
દુઃખ પડશે કરવા સહન જીવનમાં, ગાણા એના ના તું ગાતો રહેજે
મેળવવામાં ને મેળવવામાં જગમાં, શાંતિ હૈયાંની એમાં ના તું ખોઈ દેજે
હરપળ માંગશે જીવનમાં જાગૃતિ તારી, જીવનમાં સદા જાગૃત તું રહેજે
ખોજે જીવનમાં ભલે રે ઘણું, દયા હૈયાંમાંથી ના તું ખોઈ દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)