Hymn No. 865 | Date: 20-Jun-1987
|
|
Text Size |
 |
 |
ડગલે ડગલાં મારા, પગલે પગલાં મારા, પાડું માડી તારા વિશ્વાસે, તારા વિશ્વાસે માડી, તારા વિશ્વાસે રોમેરોમ મારા, શ્વાસે શ્વાસ મારા ભરું માડી, તારા વિશ્વાસે... પળેપળ મારા, રાત ને દિન મારા, વિતાવું માડી, તારા વિશ્વાસે... સુખદુઃખ મારા, કર્મોના કષ્ટો મારા, કાપું માડી તો, તારા વિશ્વાસે... વિસરું હું તો નિષ્ફળતા, પચાવું સફળતા માડી એ તો, તારા વિશ્વાસે... ઉતારું થાક જીવનના, ભૂલું કર્મના ભારા, માડી એ તો, તારા વિશ્વાસે... ઝોલા ખાયે સંસારે માડી, ચલાવું નાવડી મારી, માડી એ તો, તારા વિશ્વાસે... કાપું દુઃખના તો દહાડા, શોધું સુખના કિનારા, માડી એ તો, તારા વિશ્વાસે... કર્મો લેવા છે સાથમાં, ફળ સોંપ્યા તારા હાથમાં, માડી એ તો, તારા વિશ્વાસે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|