વાટ જોઉં હું તો એ પળની, પળ ક્યારે મળી જાય
તારી ને મારી મુલાકાત માડી, ત્યારે તો થાય
દર્શન કાજે તારા, જાણે અજાણ્યે યત્નો કરતો જાઉં - તારી...
ના જાણું હું તો માડી, સફળ તો એમાં ક્યારે થાઊં - તારી...
આવું જ્યાં તારી પાસે, પડી માયામાં ફરી ઘસડાઈ જાઉં - તારી..
દયામયી `મા’, તારી દયા વિના, હું તો અકળાઈ જાઉં - તારી...
વહે છે નયનોથી આંસુ, હૈયું ભાવે તો ઊભરાઈ જાય - તારી...
ન જાણું હું તો મારી માડી, કચાશ ક્યાં રહી જાય - તારી...
શક્તિ તારી હું તો માગું માડી, કચાશ હવે ભાગી જાય - તારી..
દર્શનની પળ આપજે આજે માડી, ધન્ય ધન્ય થઈ જાઉં - તારી..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)