મનડું ઝંખે છે રે પ્રભુ, મળવાને રે તને,
હૈયું ઊછળે છે રે પ્રભુ, પહોંચવા તારા ચરણોમાં રે
નજર ચાહે છે રે પ્રભુ, કરવા દર્શન તારા ને તારા રે
વાણી તલસે છે રે પ્રભુ, નામ તારુંને તારું લેવાને રે
દુઃખ દર્દ આપી રહ્યાં છે રે અણસાર પ્રભુ, તારા ને તારા રે
સ્વભાવ ચાહે છે રે પ્રભુ, ભૂલી હસ્તિ પોતાની, તારા ભાવોમાં રહેવાને
વિચારો માંગે છે શક્તિ તારી, તારા ને તારા વિચારોમાં રહેવાને
ચરણો રહ્યાં છે રે થનગની રે પ્રભુ, તારા ચરણોમાં જવાને
હાથ થનગની રહ્યાં છે રે પ્રભુ, તને તો સદા નમવાને
મુખડું જોઈ રહ્યું છે રાહ તારી રે પ્રભુ, તારા ચરણોને ચૂમવાને
મસ્તક છે ઉત્સુક રે પ્રભુ, તારા ચરણોમાં તો નમવાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)