Hymn No. 872 | Date: 25-Jun-1987
|
|
Text Size |
 |
 |
બાળ કાજે હૈયે કરુણા ધરતી, હૈયે રહે બાળનું હિત તો સદાય એવી મારી સિધ્ધમાતા, એ તો જગજનની કહેવાય કરતો આવી કંઈક ભૂલો, તોયે કરતી રહી એ તો માફ એવી મારી સિધ્ધમાતા, એ તો જગજનની કહેવાય દયાની દેવી છે એ તો માતા, દયા કરતી એ અપરંપાર એવી મારી સિધ્ધમાતા, એ તો જગજનની કહેવાય કદી એ તો લાગે પાસે, કદી એ તો દૂરની દૂર વરતાય એવી મારી સિધ્ધમાતા, એ તો જગજનની કહેવાય મનમાં એ તો સદાયે વસતાં, મનથી એ તો પમાય એવી મારી સિધ્ધમાતા, એ તો જગજનની કહેવાય કૃપા એની સદાયે રહેતી, વહેતી ઝીલવા બન તું તૈયાર એવી મારી સિધ્ધમાતા, એ તો જગજનની કહેવાય નાસમજ બની, નાદાની ના કરજે, સમજદારીથી વરતજે સદાય એવી મારી સિધ્ધમાતા, એ તો જગજનની કહેવાય અંધકારે પણ પ્રકાશ દેતી, સુઝાડે માર્ગ એ તો સદાય એવી મારી સિધ્ધમાતા, એ તો જગજનની કહેવાય તાર્યા અનેક, તારશે અનેક, તારશે તને રાખ સદા વિશ્વાસ એવી મારી સિધ્ધમાતા, એ તો જગજનની કહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|