Hymn No. 873 | Date: 25-Jun-1987
|
|
Text Size |
 |
 |
પાપમાં ડૂબેલા હૈયાં, ભાવથી ભીંજાયેલા હૈયા આજ તો માડી, તારી ઉપર, મીટ તો માંડી રહ્યાં સંસારે ત્રાસેલા હૈયાં, નિરાશાએ અટવાતા હૈયાં આજ તો માડી, તારી ઉપર, મીટ તો માંડી રહ્યાં અંધકારે ડૂબેલાં હૈયાં, પ્રકાશે પ્રકાશી રહેલાં હૈયાં આજ તો માડી, તારી ઉપર, મીટ તો માંડી રહ્યાં વાસનાથી ભરેલાં હૈયાં, દુઃખથી ભરેલાં હૈયાં આજ તો માડી, તારી ઉપર, મીટ તો માંડી રહ્યાં માર્ગમાં મૂંઝાતા હૈયાં, પ્રેમ તો ઝંખતા હૈયાં આજ તો માડી, તારી ઉપર, મીટ તો માંડી રહ્યાં કરુણા ઝંખતા હૈયાં, તુજ દર્શન ઝંખતા હૈયાં આજ તો માડી, તારી ઉપર, મીટ તો માંડી રહ્યાં સંતોષે ભરેલાં હૈયાં, અસંતોષે તડપતા હૈયાં આજ તો માડી, તારી ઉપર, મીટ તો માંડી રહ્યાં કૃપા તારી ઝંખતા હૈયાં, તારા વિયોગે ઝૂરતાં હૈયાં આજ તો માડી, તારા ઉપર, મીટ તો માંડી રહ્યાં તુજને તો વંદતા હૈયાં, આનંદે ડૂબેલાં હૈયાં આજ તો માડી, તારી ઉપર મીટ તો માંડી રહ્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|