ધરાઈ ધરાઈને વાત કરવી છે રે `મા’, તારી પાસે બેસીને આજ
હૈયું મારું કરવું છે ખાલી રે `મા’, તારી પાસે બેસીને આજ
સુખદુઃખ તો ભૂલવા છે રે `મા’, તારી પાસે બેસીને આજ
મનને તારામાં જોડવું છે રે `મા’, તારી પાસે બેસીને આજ
પાપપુણ્યનું પોટલું ખોલવું છે રે `મા’, તારી પાસે બેસીને આજ
એકરાર મારા કરવા દેજે રે `મા’, તારી પાસે બેસીને આજ
જીવનનો થાક ઉતરવા દેજે રે `મા’, તારી પાસે બેસીને આજ
હૈયાના વમળો શાંત થવા દેજે રે `મા’, તારી પાસે બેસીને આજ
નયનોથી આંસુ વહેવા દેજે રે `મા’, તારી પાસે બેસીને આજ
હૈયું મારું વિશુદ્ધ થાવા દેજે રે `મા’, તારી પાસે બેસીને આજ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)