ભક્તિ ને ભાવની પાંખો તો જ્યાં મળી
જઈને એ તો પ્રભુના ચરણે જઈને પડી
ચરણે પડેલી ભક્તિને તો પ્રભુએ ઊભી કરી
થઈને ઊભી ભક્તિ, ઝૂમી, ખૂબ ઝૂમી રહી
સાનભાન એ તો ભૂલી, પ્રભુના ધ્યાનમાં ડૂબી
નજરમાં પ્રભુને સમાવી, જગમાં પ્રભુને નીરખી રહી
બની મૌન તાલમાં, એ તો તાલ નિભાવી રહી
ભેદ તો રહ્યાં ભુસાતા, ભેદ ભાવના જ્યાં ટળી
ગયા અવગુણો ખંખેરાતાં, શુદ્ધ એ તો ત્યાં બની
નજરમાં મૂર્તિ પ્રભુની, સમાવી-સમાવી રહી
ખૂણેખૂણો હૈયાનો, ભાવમાં જ્યાં ગયો ડૂબી
ભક્તિ તો સદાયે એનાથી તો મજબૂત બની
હૈયા ને નજરમાં પ્રભુ તો આવી રહ્યાં વસી
ભક્તિ ને ભાવના તો જ્યાં એકરૂપ બની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)