ના કોઈ તુજને સાચી રીતે જાણે `મા’, તોય તું તો સહુને જાણે
ના કોઈ જાણે તારું ઠામ કે ઠેકાણું `મા’, તોય પાસે છે તારી સહુનું ઠેકાણું
ના કોઈ તારા મનની વાત જાણે `મા’, તોય સહુના મનની વાત તું જાણે
ના કોઈ તુજને સદાયે દેખે `મા’, તોય સહુને તું તો દેખે સદાયે
ના કોઈ તુજથી ભાગી શકે `મા’, વ્યાપી છે તું તો સર્વ ઠેકાણે
ના કોઈ તુજને બાંધી શકે `મા’, તોય સર્વને તું તો બાંધે
ના કોઈ તુજથી વેર બાંધી શકે `મા’, ના વેર છે તો તુજને હૈયે
ના કોઈ તારું કારણ ગોતી શકે `મા’, છે કારણનું કારણ તો તું છે
ના કોઈ પામી શકે તારી લીલા `મા’, લીલા તો તારે હાથ છે
ના કંઈ થાયે તારી ઇચ્છા વિના `મા’, થાવું સર્વે તો તારે હાથ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)