ચૂંટવા હોય ફૂલ તારે જેવા, રોપજે મનને માંડવડે વેલ તેવી
મળશે ફૂલ તને તો એવા, રોપી હશે વેલ તો તેં જેવી
જાણ્યે-અજાણ્યે નાંખતા બીજ એમાં, નીકળશે વેલ ફૂટી ઘણી
ના અચરજ પામજે એમાં, પાણી પણ તેં પાયું છે વળી
સુંદર અને સુગંધી મળશે ફૂલ તને, વાવી હશે વેલ તો જેવી
રોપતા વિચાર કરજે, રોપજે વેલ ફૂલ તને જોઈએ તેવી
તારા વિચારોની વેલ તો પાંગરશે, મનને માંડવડે જલદી
વિચારીને વિચાર કરજે, ના ચોંકી ઊઠતો વેલને જોઈ
મળશે ફૂલ તને સુંદર કે સુગંધી, વિચારના બીજ જેવી
હાથમાં બાજી છે તો તારી, કરજે વિચાર પણ સંભાળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)