Hymn No. 889 | Date: 04-Jul-1987
|
|
Text Size |
 |
 |
પ્રભુ તારે આંગણિયે આવી, જોવે છે રાહ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
Prabhu Tare Anganiye Aavi, Jove Che Raah, Chittdu Taru Ghume Che Kya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
પ્રભુ તારે આંગણિયે આવી, જોવે છે રાહ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં રાહ તારી જોઈ, એ તો જોઈ રહ્યાં છે વાટ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં થાકશે એ તો ભાઈ, તું સામે જા, આજ ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં માયાના મેવા એના કર ના તું મીઠા, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં યુગો યુગોથી રહ્યાં ઊભા, આજ તો સામે જા, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં દયા ખાઈ રહ્યાં છે ઊભા, આજ તો એની દયા ખા, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં જ્યાં જ્યાં જાય છે તું તો ભાગી, આવે એ તો સાથ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં વિતાવ્યો વખત તેં તો ઘણો, હવે વખત ના બગાડ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં કામ છે તો તારું, હવે તો કાંઈ બ્હાના ન કાઢ, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં મક્કમ થઈને આજ તો તું એની સામે જા, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં તેજ તો તારી સામે છે ઊભું અંધારે કાં અટવાય, ચિત્તડું તારું ઘૂમે છે ક્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|