સાથેની સાથે ને પાસેની પાસે, સદા એ તો રહેતી આવી છે
દિલ તો ખોલી દઈને તારું, જાજે તું તો એની પાસે
કરજે વિચારીને કર્મો, કર્મો તારા એ તો જોતી આવી છે
સમજજે તું તો સદાયે એને સાચી, ગફલત એમાં ના કરજે
કલ્યાણકારી સદા છે એ તો, રૌદ્ર રૂપ પણ એ તો ધરશે
મુશ્કેલીથી તો તું એને જાણશે, તે તને તો જાણે છે
મંગળકારી તો છે એ તો, સદા કરુણાકારી પણ છે
રહે છે સદા તારી સાથે, બીજે તું શાને એને ગોતે છે
જનમો તો કંઈક વીત્યા, પહેચાન તારી હજી અધૂરી છે
કરી લેજે પહેચાન પૂરી, જનમ સફળ તો થઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)