એવું તેં શું કર્યું રે `મા’, એવું તેં શું કર્યું, આજ એવું તેં શું કર્યું
દૃષ્ટિ પડતાં મૂર્તિ પર તારી, સાન-ભાન મારું તો ભુલાઈ ગયું
નયનોના તેજ તો તારા, હૈયું મારું આજે તો વીંધી રે ગયું
બેસતાં સામે તો તારી, આજ સુખદુઃખ બધું રે ભુલાઈ ગયું
હસતું મુખડું જોતાં તો તારું, જગ સારું આજે તો વિસરાઈ ગયું
હૈયાના વિકારોનું માડી આજ શમન તો થઈ ગયું
હરતું-ફરતું મનડું રે મારું માડી, તુજમાં આજ સ્થિર તો થઈ ગયું
સૃષ્ટિના સૌંદર્યનું રે માડી અનોખું રૂપ તો આજે દેખાઈ ગયું
હૈયું તો મારું રે માડી હવે મારે હાથ તો ના રહ્યું
તુજ મુખમાં તો રે માડી, મુખ મારું આજે તો દેખાઈ ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)