શાને વેઠી તેં જુદાઈ રે `મા’, શાને વેઠી તેં જુદાઈ
આ જગમાં મોકલી મને રે `મા’, શાને વેઠી તેં જુદાઈ
ભલું તું તો મારું ચાહે રે `મા’, જુદાઈમાં ભી છે રે ભલાઈ - આ જગમાં…
ભમાવી માયામાં મુજને રે `મા’, વધારે શાને તું રે જુદાઈ - આ જગમાં…
વેઠી છે તેં જુદાઈ રે `મા’, કે ગઈ છે તું મુજથી રે રિસાઈ - આ જગમાં…
વેઠી, વેઠીને જુદાઈ રે `મા’, હૈયું ગયું છે રે મારું તો વીંધાઈ - આ જગમાં…
ગણવી આને જુદાઈ રે `મા’, કે છે મારા કર્મની તો કઠણાઈ - આ જગમાં…
વેઠી-વેઠી જુદાઈ રે `મા’, ગયા છે સબંધ શું રે ભૂંસાઈ - આ જગમાં…
કરી વિનંતી થાક્યો રે `મા’, દર્શન દેતા કાં રે તું ખચકાઈ - આ જગમાં…
સહન થાતી નથી રે `મા’, સહન થાતી નથી મુજથી જુદાઈ - આ જગમાં…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)