ના દોષ જો તું અન્યમાં, જ્યાં દોષથી તો તું ભરપૂર છે
ના કાઢ ભૂલ તું અન્યની, જ્યાં ભૂલથી તો તું મજબૂર છે
ના ફેંક પત્થર તું અન્ય પર, જ્યાં કાચના મહેલમાં તારો વાસ છે
ના કર અપમાન તું અન્યનું, જ્યાં અપમાન સહન થાતું નથી
ના મારજે તું ધક્કો અન્યને, જ્યાં પગ નીચે લપસણી ધરતી છે
ના શકીશ તું અન્યને તારી, જ્યાં ખુદ તું તરી શક્તો નથી
ના દેજે ગાળ તું અન્યને, જ્યાં ગાળ સહન કરી શક્તો નથી
ના ધિક્કાર અન્યના વ્યસનને, જ્યાં વ્યસન તું છોડી શક્તો નથી
ના કર અવગણના ભૂખ્યાની, જ્યાં ભૂખ સહન કરી શક્તો નથી
ના દોડ દેવા સલાહ અન્યને, જ્યાં સલાહ તું લઈ શકતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)